જામનગર સહિત રાજયભરમાં સરકારી કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે.
જે અંતર્ગત શનિવારે શહેરમાં આચાર્યો અને શિક્ષકોએ એકસાથે પત્રો ટપાલપેટીમાં પોસ્ટ કર્યા હતાં. ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મુદે પોસ્ટ કાર્ડ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે.
શિક્ષક સંઘ દ્વારા તા. 01-04-2005 પહેલાંના બાકી રહેલા ત્યારપછીના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેની માંગ સાથે શનિવારે સામૂહિક પત્ર પોસ્ટ કરવાનું આયોજન કરાયું હતું.
જે અંતર્ગત શનિવારે બપોરે લાલબંગલા પોસ્ટ ઓફીસ ખાતે સરકારી શાળાના આચાર્યો અને શિક્ષકો એકઠા થયા હતાં. ત્યારબાદ સરકારી કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવાની માંગ સાથેના પત્રો કવરમાં પેક કરી સામૂહિક રીતે ટપાલ પેટીમાં પોસ્ટ કર્યા હતાં. આ રીતે સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

