Gujarat

કઠવાડા GIDCમાં પ્લમર બ્લોક બનાવતી ફેક્ટરીના માલિક સાથે 51 લાખની છેતરપિંડી આચર્યાની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

રાજ્યના વિવિધ થર્મલ પાવર સ્ટેશનમાં પ્લમર બ્લોકના ખોટા ટેન્ડર નોટિસ અને તેમના ભળતાં નામના ઇ-મેલ આઇડી તેમજ એન્જિનિયર બની શહેરનાં નરોડા વિસ્તારના રહેતા પિતા-પુત્રએ કઠવાડા જીઆઇડીસીમાં પ્લમર બ્લોક બનાવવાની ફેક્ટરી ધરાવનારા ફેક્ટરી માલિક સાથે 51.59 લાખનું નુકસાન કરી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.

પ્લમર બ્લોક બનાવવા માટે ઓર્ડર આપ્યા બાદ પિતા પુત્ર એ પૈસા ચૂકવ્યા નહોતા અને પ્લમર બ્લોક લઈ ગયા નહોતા. ત્યાર બાદ સરકારી ટેન્ડરમાં તેઓને કોન્ટ્રાક્ટ તપાવવાનું કહી અને છેતરપિંડી કરવામાં આવી હતી.

પ્લમર બ્લોકનો ઓર્ડર આપી ડિલિવરી ન લીધી શહેરના ઓઢવ વિસ્તારમાં કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા અને કઠવાડા જીઆઇડીસીમાં પ્લમર બ્લોક બનાવવાની ફેક્ટરી ધરાવતા રોહિતભાઈ પ્રજાપતિની ઓફિસે નરોડા રાધે ગોવિંદ ગેલેક્સીમાં રહેતા હરિપ્રસાદ સુથાર નામના વ્યક્તિ અઢી વર્ષ પહેલા આવ્યા હતા.

પોતે ગ્લોબ ઇન્ડસ્ટ્રીના નામે વેપાર કરે છે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ પ્લમર બ્લોક બનાવવાનો ત્યારબાદ તેઓને એક લાખ રૂપિયાનો ઓર્ડર તૈયાર કરી ડિલિવરી આપી હતી.

ત્યાર બાદ ફરીથી એક ઓર્ડર આપ્યો હતો જેમાં પેમેન્ટ કર્યું ન હોવાના કારણે બ્લોકની ડિલિવરી કરવામાં આવી નહોતી. ઘઉંનું પેમેન્ટ ચૂકવી અને બ્લોક લેવા માટે જણાવ્યું હતું, પરંતુ 68,000 ચૂકવ્યા નહોતા અને બ્લોક પણ લઈ ગયા નહોતા.