Gujarat

એન્ડ ટ્રાવેલ્સના માલિકે પૈસા લઈ ટૂર ન કરી; પૈસા પરત ન કરતા ફરિયાદ

અમદાવાદના દરિયાપુરના વૃદ્ધને હજયાત્રાએ જવાનું હોવાની પોતાના પરિચિત વ્યક્તિ પાસેથી ટ્રાવેલ્સ માલિક સાથે સંપર્ક કર્યો હતો. જે બાદ હજયાત્રા જવા માટે 11 લાખ રૂપિયા આપ્યા હતા. હજ જવાની તારીખ નક્કી કરી, પરંતુ નક્કી કરેલી તારીખે હજ ન લઈ જઈને ટ્રાવેલ્સ માલિક વાયદાઓ કરતો રહ્યો. જ્યારે વૃદ્ધે પૈસા પરત માંગ્યા તો તે પણ આપ્યા નહોતા. આ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદીએ ઓળખીતા પાસેથી આરોપીનો નંબર લીધો હતો દરિયાપુરમાં રહેતા મંજૂરહુસેન ગેરેજનું કામ કરીને ગુજરાન ચલાવે છે. દોઢ વર્ષ અગાઉ તેમના ફ્લેટમાં રહેતા તેમના મિત્ર હજ યાત્રાએ જઈને આવ્યા હોવાથી તેમની ઓળખાણથી તેમનો સંપર્ક અલ મૂરતુઝા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક મોહમ્મદ રફીક કુરેશી સાથે થયો હતો.

રફીકના દીકરા ફૈઝલ અને ફુરકાનને પણ તેઓ મળ્યા હતા. મંજુર હુસેનને તેમના પત્ની સાથે હજયાત્રાએ જવાનું હોવાથી તેમણે રફીકને વાત કરી હતી. રફીકે પ્રથમ ટોકન પેટે 50 હજાર રૂપિયા અને બાકીના 10.50 લાખ થોડા દિવસ પછી આપવાનું જણાવ્યું હતું.

હજયાત્રાના માટે 11 લાખ પડાવી લીધા વાત થયા મુજબ મંજુરહુસેને પહેલા 50 હજાર રૂપિયા આપ્યા હતા અને થોડા સમય બાદ રફીકે 10.50 લાખ રૂપિયા માંગતા મંજૂરહુસેને રફીકને તેમના મિત્ર સાદિક શેખના ત્યાં બોલાવ્યા હતા અને સાદિકની હાજરીમાં 10.50 લાખ રૂપિયા પણ આપ્યા હતા. આ પૈસા લઈ ગયા બાદ સમજુતી કરાર પણ કરાવ્યો હતો.

11 લાખ રૂપિયા રોકડા લીધાની રફીકે પહોંચ પણ આપી હતી. 11 લાખ મળ્યા બાદ 18 માર્ચના રોજ રફીકે મંજૂર હુસૈનને ફોન કરીને 25 માર્ચના રોજ હજ જવાની ટિકિટ આવી ગઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ સંજોગોથી ટૂર કેન્સલ થઈ હતી.