મોરબી મહાનગરપાલિકાએ આજે લખધીરવાસ ચોક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરી છે. બળદેવભાઈ વીડજા દ્વારા શરૂ કરવામાં આવેલા બહુમાળી બાંધકામમાં માર્જિનની જગ્યા છોડવામાં આવી ન હતી.
સ્થાનિક રહીશોની ફરિયાદને આધારે મહાપાલિકાએ એક મહિના પહેલા નોટિસ આપી હતી. નોટિસનો અમલ ન થતાં આજે બુલડોઝર મોકલીને માર્જિનની જગ્યા પરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના ઇજનેર વિનય ગાયકવાડના જણાવ્યા મુજબ, રોડની પહોળાઈને આધારે બાંધકામની મંજૂરી અપાય છે. આ સ્થળે ચાર માળથી વધુના બાંધકામની મંજૂરી મળી શકશે નહીં. મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં રહેણાંક, કોમર્શિયલ અને બહુમાળી બાંધકામો થઈ રહ્યા છે. મહાપાલિકા તમામ ગેરકાયદે બાંધકામો પર નજર રાખી રહી છે.

