Gujarat

માંડવીમાં ધાણીપાસાનો જુગાર ઝડપાયો

માંડવી પોલીસે કલવાણ રોડ પરથી ધાણીપાસાનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹17,770 રોકડા જપ્ત કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમ કલવાણ રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગોલ્ડન સિટી મોબાઈલ ટાવર પાસે ખુલ્લામાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે ભાવેશ વિનોદ વાઘેલા, મનીષ બાબુલાલ ઝાલા, જયરામ બાબુલાલ ઝાલા, રોહિત હરેશભાઈ ચૌહાણ અને સુનિલ કિશોર વાઘેલાને જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ સફળ કામગીરીમાં માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર સી.વાય. બારોટ, પો.હેડ.કોન્સ. વશરામ, પો.કોન્સ. રામ ગઢવી, કિરણ ચૌધરી, રામશી રબારી અને મ.પો.કોન્સ. જીનલબેન ધુડા સહિતના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.