રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીથી રાજુલા તાલુકાના ખેડૂતોને પ્રતિ મણ ₹1612 નો ભાવ મળશે, જે તેમને કપાસના યોગ્ય ભાવ મેળવવામાં મદદરૂપ થશે.
થોડા સમય અગાઉ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને એક પ્રતિનિધિમંડળે ગુજરાતના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆતને સફળતા મળી છે.

આજરોજ રાજુલા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદી માટે સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. યાર્ડના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં CCI દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ થયો. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવા બદલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

