Gujarat

શિશુવિહાર સંસ્થાની નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં સવાઇનગર ગામ ખાતે આરોગ્ય શિબિર ૩૧૮ ગ્રામજનોની તપાસ

શિશુવિહાર સંસ્થાની નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં સવાઇનગર ગામ ખાતે આરોગ્ય શિબિર ૩૧૮ ગ્રામજનોની તપાસ

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં સવાઇનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.૨૪ જૂને યોજાયેલ શિબિરમાં ૩૧૮ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ.અભિલાષા બહેન સોનપાલ , શ્રી છાયાબહેન રાણીગા, શ્રી ધર્મેશભાઈ વડોદરીયા, શ્રી કમલેશભાઈ વેગડ ,મોહિતભાઈ ચોહાણ નિરમા લિમિટેડ (E.H.S)ના આસિસ્ટન્ટ એન્જિનિયર શ્રી લાલજીભાઈ પંડ્યા તથા સરપંચ શ્રી ભરતભા ગઢવી, આચાર્ય શ્રી તેજસભાઈ રાજગુરુની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક શ્રી અનિલભાઈ બોરીચાએ કર્યું હતું..

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250624-WA0119-2.jpg IMG-20250624-WA0121-1.jpg IMG-20250624-WA0120-0.jpg