Gujarat

મૂળ સાવરકુંડલાના અને હાલ મુંબઈ રહેતા પરિવારો દ્વારા મુલુંડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. સતત બીજા વર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ પુરુષો અને ૪ મહિલાઓની ટિમોએ ભાગ લીધો

દિકરી જમાઈને સાથે રાખીને મૂળ સાવરકુંડલાના જૈન પરીવારોએ ક્રિકેટનો આનંદ માણ્યો
સવારે સાત વાગ્યાથી રાત્રિના બાર કલાક સુધી આ ક્રિકેટનો રોમાંચક જંગ ચાલ્યો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ પુરૂષોની અને ૪ મહિલાઓની ટીમે ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ભાગ લીધો
પચરંગી મુંબઈમાં સતત બીજા વર્ષે મુલુંડમાં વસતા સાવરકુંડલાના જૈન પરિવારો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ
દાતાશ્રી તરફથી સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી
અન્ય જ્ઞાતિ સમાજ માટે પ્રેરણાદાયી સંદેશ પાઠવતો આ ક્રિકેટ મેચનો કાર્યક્રમ
આવા રમત ગમતના કાર્યક્રમ દ્વારા મન  અને તનની  તંદુરસ્તી જળવાઈ રહે.
આવા કાર્યક્રમો દ્રારા વતન સાથેના સંબંધ અને સ્મૃતિ પ્રગાઢ બને છે.
મૂળ સાવરકુંડલાના અને હાલ મુંબઈ રહેતા જૈન પરિવારો દ્વારા મુલુંડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સતત બીજા વર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ પુરુષો અને ૪ મહિલાઓની ટિમોએ ભાગ લઈને ક્રિકેટ મેચ રમ્યા હતા.
દ્વિતીય વર્ષે મુલુંડમાં વસતા સાવરકુંડલા વાળા પરિવારો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખુબ જ સફળતાપૂર્વક પાર પડ્યું હતું સાવરકુંડલાવાસી ધર્મ, શાંતિ પરિવાર દ્વારા મુલુંડમાં વસતા પરિવારજનો તથા તેમના દીકરી જમાઇઓને સાથે લઇને  કાલીદાસ એથેલોન ટર્ફ ખાતે સવારે સાત વાગ્યાથી રાતના બાર કલાક સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાઈઓની ૮ અને  બહેનોની ૪ ટિમોએ ભાગ લીધો હતો કુલ મળીને ૧૩૬ લોકોએ ભાગ લીધો હતો. આ  ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી નવકાર મંત્ર ભણીને ટુર્નામેન્ટની શરુઆત કરવામાં આવી હતી મુલુન્ડ ઉપરાંત મુંબઇના બીજા પરાઓમાંથી પણ ગામના શ્રેષ્ઠીજનો પધાર્યા હતા. સવારનો નાસ્તો તેમજ બપોર અને સાંજના જમણવારની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી ઉદારદિલ દાતાઓના સહાયથી ટુર્નામેન્ટનું બીજા વર્ષે પણ સફળ આયોજન થયું હતું
આ પ્રસંગે નવીનચંદ્ર છોટાલાલ શેઠ, અનીલભાઈ દોશી, પંકજભાઈ દોશી વિમલયાત્રા, પ્રમોદભાઈ સંઘવી, હરેશભાઇ જવેલર્સ, જગદીશભાઈ દોશી, અરવિંદભાઈ સલોત, નીતીનભાઈ સંઘવી, દીનેશભાઈ પ્યારે, અને સાવરકુંડલાથી પત્રકાર પ્રદીપભાઈ દોશી , કીશોરભાઈ મહેતા તથા શેઠ ધર્મદાસ શાંતિદાસની પેઢી ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેન્દ્ર મહેતા, મનીષ મહેતા, શૈલેષ દોશી, સંદીપ દોશી, ધર્મેન્દ્ર દોશી, અજય સંઘવી, વિક્રમ દોશી, શૈલેષ સંઘવી, જીગ્રેશ દોશી, વિશ્વાસ મહેતા, જીનાંગ મહેતા, હર્ષ દોશી, ચિંતન દોશી, મેઘ સંઘવી તથા સ્મિત દોશી વગેરે કમીટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા