Gujarat

રાજકોટ પ્રદ્યુમનનગર પો.સ્ટે. ગુજસીટોકનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ પ્રદ્યુમનનગર પો.સ્ટે. ગુજસીટોકનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧૯/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં આગામી સમયમાં આવનાર રથયાત્રાનાં તહેવાર અનુસંધાને આવારા તત્વો અને અસામાજીક તત્વોને પકડવા તેમજ અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે સૂચનાઓ આપેલ હોય જે સૂચનાઓ અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ની ટીમ ઉપરોક્ત સૂચનાઓની અમલવારી માટે સતત પ્રયત્નશીલ રહેલ અને તે અનુસંધાને આજરોજ તા.૧૮/૬/૨૦૨૫ નાં રોજ એમ.કે.મોવલીયા ની ટીમના રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા તથા સુભાષભાઇ ઘોઘારી, ક્રિપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ તથા તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા વિગેરે રાજકોટ શહેર વિસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન G.C.T.O.C કલમ-૩(૧)(૧), ૩(૧)(૨), ૩(૨), ૩(૪) તથા ૪ તથા IPC કલમ-૪૪૭, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦ બી મુજબનાં ગુન્હાનાં કામે આરોપી એઝાઝ ઉર્ફે ટકો અકબરભાઇ ઉર્ફે હકુભા ખીયાણી ઉ.૪૦ રહે.ભીસ્તીવાડ, મોરબી હાઉસ પાસે રાજકોટ વાળાનાં નામ. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનાઓએ રેગ્યુલર જામીન રદ કરેલ હોય તેમજ નામદાર કોર્ટે CRPC કલમ-70 મુજબનું ધરપકડ વોરંટ ઇશ્યુ કરેલ હોય જેથી આ કામે પોતાની ધરપકડથી બચવા આરોપી નાસતો ફરતો હોય જે અનુસંધાને ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસથી ખાનગીરાહે હકીકત મેળવી આજરોજ તા.૧૮/૬/૨૦૨૫ ના કલાક ૧૬/૦૦ વાગ્યે રાજકોટ શહેર ભાવનગર રોડ પટેલ વાડીની સામે રોડ પરથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રધુમનનગર પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250619-WA0036.jpg