રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસેથી છકડો રીક્ષાના સ્પેર પાર્ટ્સ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૩/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ. ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના સી.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કિશનભાઈ પાંભર તથા મહાવીરસિંહ જાડેજા તથા કરણભાઇ કોઠીવાળ તથા અરવિંદકુમાર ને મળેલ હક્કિત આધારે ચોરીના છકડો રીક્ષાના સ્પેર પાર્ટ્સ સાથે ઇસમને પકડી પાડી મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રવીભાઇ ઇશ્વરભાઈ મકવાણા ઉ.૩૮ રહે.શીતળાધાર ૨૫ વારીયા શેરીનં.૧૧ કોઠારીયા રાજકોટ. બી.ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) છકડો રીક્ષાના સ્પેર પાર્ટ્સ મુદ્દામાલ કિ.૧૯,૪૦૦ નો કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


