રાજકોટ-ગઢકા ગામ તરફ જાહેર રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૩/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિલીપભાઇ બોરીચા તથા પ્રદીપસિંહ જાડેજા તથા રાજેશભાઈ જળુ તથા વિશાલભાઇ દવે ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ, ફાળદંગ ગામથી ગઢકા ગામ તરફ જતા જાહેર રોડ ઉપરથી આરોપીઓને તેના હસ્તકની બોલેરો પીકઅપ વાહનમાંથી ભારતીય બનાવટના ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) જંઝારામ ભલારામ ગોદારા ઉ.૨૧ રહે-ઉડાસર ગામ, તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન) (૨) જેસીંગ ઉર્ફે જયસુખ કેશુભાઈ મકવાણા ઉ.૨૫ રહે.લીલી સાજડીયાળી ગામ, તા.જી.રાજકોટ. બોલેરો પીકઅપ રજી.નં.GJ-16-AV-5726 કિ.૪,૦૦,૦૦૦ ઈંગ્લીશ દારૂ સહિત કુલ કિ.૭,૩૫,૫૦૦ નો મુદ્દામાલ રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો દાખલ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.