રાજકોટ લુંટ વિથ મર્ડરના અનડીટેકટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૮/૬/૨૦૨૫ ના રોજ ગઇકાલ તા.૭/૬/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, રાજકોટ શહેર વાલ્કેશ્વર સોસાયટી મે.રોડ પર શ્રી.નગર શેરીનં.૩ માં પોતાના સગા મોટાભાઇ બરકતભાઇ ગુલામ હુશૈનભાઇ લાખાણી ઉ.૭૦ નાઓ એકલા રહેતા હોય અને તેઓના ઘરમાં કોઇ અજાણ્યા વ્યકતીઓએ રાત્રીના આશરે 8:30 વાગ્યા પહેલા કોઇપણ સમય ધરમાં પ્રવેશ કરી કોઇ કારણસર તીક્ષ્ણ હથીયારથી ગળાના ભાગે તથા પેટમાં તથા વાસાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી મોત નિપજાવી તેમજ ધરમાંથી દાગીનાની લુંટ કરેલ હોય જે અંગેની ફરીયાદ જાહેર થતા આ રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે. ભારતીય ન્યાય સહીંતા ની કલમ-૧૦૩(૧), ૩૩૨(એ), ૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય, ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા અનડીટેકટ લુંટ વિથ મર્ડરનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. બાદ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપર વિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ નાઓના નેતૃત્વ હેઠળ એ.એન.પરમાર તથા વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમા નાઓની ટીમો બનાવી આ કામે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી આ કામે રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રી.નગર શે.નં.૩ માં થયેલ લુંટ વિથ મર્ડરના અનડીટેકટ ગુન્હામાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને આ ગુન્હાના કામે સોનાના દાગીનાઓ વિગરે રૂ.૭.૫૫,૦૦૦ મુદ્દામાલ સાથે પકડી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા આરોપીઓની પુછપરછ કરતા મર્ડર બન્ને આરોપીઓએ પુર્વે યોજના બનાવી લુંટ કરવાના ઇરાદે મર્ડર કરેલની કબુલાત આપેલ છે. (૧) કિશન માનસીંગભાઈ વાઢેર ઉ.રર રહે.હાલ કારડીયા રાજપુત છાત્રાલય ધરમ સિનેમા સામે મુળ ગામ-સતાપર તા.જામજોધપુર જી.જામનગર (૨) સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ ઉ.૨૨ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ કર્વાટર બ્લોક નં.૩૩૩, કોઠારીયા સોલ્વન્ટ રાજકોટ મુળ ગામ-છાત્રા તા.તળાજા જી.ભાવનગર.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.