ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવશે લીટી દ્વારા આજરોજ શહેરના બાર્ટન લાઇબ્રેરી વિસ્તારમાં આવેલ પિંજરાવાળા સ્થિત બે ધાર્મિક દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો અને જમીન હસ્તગત કરવામાં આવી હતી.
ભાવનગર શહેરને દબાણ મુક્ત રાખવા માટે તંત્ર કટિબદ્ધ છે અને દરરોજ ડબાણો દૂર કરવા અંગે ડ્રાઇવર હાથ ધરવામાં આવે છે

ત્યારે એસ્ટેટ વિભાગની ટીમને લેખિતમાં ફરિયાદ મળી હતી કે બાર્ટન લાઈબ્રેરી વિસ્તારમાં આવેલ પીંજારાવાડમાં બે ધાર્મિક દબાણોનું દુષણ વધી રહ્યું છે તે માહિતી આધારે આજરોજ એસ્ટેટ વિભાગના ઓફિસર સુરેન્દ્રસિંહ રાણા તથા ટીમ દ્વારા અગાઉ આ દબાણોને નોટીસો પણ ફટકારવામાં આવી હતી, આમ છતાં દબાણો ન હટાવતા આજરોજ ટીમ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ કામગીરી વેળાએ લોકોના ટોળેટોળા સ્થળપર એકઠા થયા હતા એક તબક્કે દબાણોનો હટાવવા માટે સ્થાનિકોએ તંત્ર પર પ્રેશર પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મક્કમ મન સાથે કામગીરી આગળ ધપાવી હતી અને ગણતરીના સમયમાં જ બંને દબાણો ધરમૂળથી દૂર કર્યા હતા અને અંતમાં બંને દબાણનો કાટમાળ ભરાવી લઈ જગ્યા ખુલી કરી સમગ્ર જગ્યાનું વિડીયો રેકોર્ડિંગ કરી સરકારી જમીન હસ્તગત કરી હતી, બનાવ સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો.

