Gujarat

અમરેલીમાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું; ૧૫૫ કિ.લો. લીલા છોડ સાથે એકની ધરપકડ

અમરેલીના લાઠીમાં કપાસની આડમાં કરવામાં આવેલી ગાંજાની ખેતી પોલીસે ઝડપી પાડીને આરોપીને પણ જેલના સળીયા ગણતો કરી દીધો છે. અમરેલીના લાઠી પંથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એ મોટી કાર્યવાહી કરીને ગાંજાના વાવેતરનો ભંડાફોડ કર્યો છે. લાઠીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી ૪૮ લીલા ગાંજાના છોડ સહિત કુલ ૧૫૫ કિલો અને ૮૬૫ ગ્રામ ગાંજાે ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલની કિંમત આશરે ૭૭ લાખ ૯૩ હજાર ૨૫૦ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં આરોપી છના હરી પંચાલાને પણ ઝડપી લેવાયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, ર્જીંય્ની ટીમને બાતમી મળી હતી કે અમરેલીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોટા પાયે ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે ર્જીંય્ની ટીમે ઘટના સ્થળે રેડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ટીમને ખેતરમાં કપાસના પાકની વચ્ચે છૂપાવેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.

ર્જીંય્ની ટીમે ગુપ્ત માહિતીના આધારે કેરાળા ગામની આ વાડી પર દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપીએ ખેતરમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યું હતું. લીલા ગાંજાના છોડ અને મોટા પ્રમાણમાં ગાંજાે જાેઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ર્જીંય્ની તત્પરતાથી તેને ઝડપી લીધો હતો.

આ ઘટનાએ લાઠી પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. અમરેલી ર્જીંય્એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેથી ગાંજાના આ ગેરકાયદે વાવેતર સાથે જાેડાયેલા અન્ય લોકોનો પણ પર્દાફાશ થઈ શકે છે. આ કાર્યવાહીથી નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશો પણ સ્પષ્ટ થયો છે.