જામનગરના રણજીતસાગર રોડ પર ગ્રીન સીટી નજીક આવેલા લાપીનોઝ પીઝા પાર્લરમાં ગ્રાહકને પીઝામાંથી મરેલું મચ્છર મળી આવ્યું હતું. આ ઘટના બાદ ગ્રાહકે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
આ ફરિયાદને ગંભીરતાથી લેતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ફૂડ શાખાના અધિકારી નીલેશ પી. ઝાસોલીયા અને દશરથભાઈ આસોડિયાની ટીમે પીઝા પાર્લરમાં સ્વચ્છતા કન્ડિશનની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન મળેલી ક્ષતિઓને ધ્યાનમાં રાખીને પાલિકાએ પીઝા પાર્લરને અચોક્કસ મુદત માટે સીલ કરી દીધું છે. પાલિકાએ આદેશ કર્યો છે કે જ્યાં સુધી સ્વચ્છતાના તમામ ધોરણો અને હાइજેનિક કન્ડિશનની પૂર્તતા નહીં થાય, ત્યાં સુધી પીઝા પાર્લર બંધ રહેશે.

