સર્કલ ડાક અદાલત ફક્ત તે ફરિયાદો માટે જ છે જે પ્રાદેશિક ડાક અદાલતમાં ઉઠાવવામાં આવી હતી, પરંતુ સમાધાન માટે બાકી હતી
ટપાલ સેવાને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- ૩૮૦૦૦૧ ખાતે તા. ૩૦-૦૭-૨૦૨૫ને બુધવાદ્ઘના રોજ ૧૧.૩૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. સર્કલ ડાક અદાલત ફક્ત તે ફરિયાદો માટે જ છે જે પ્રાદેશિક ડાક અદાલતમાં ઉઠાવવામાં આવી હતી, પરંતુ સમાધાન માટે બાકી હતી
ટપાલ સેવા સબંધી અદાલત માં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટંટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (કંપ્લેઇન્ટ ઓફિસર), કંપ્લેઇન્ટ સેક્સન,મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- ૩૮૦૦૦૧ને મોડામાં મોડી તારીખ ૨૪-૦૭-૨૦૨૫ને ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

