Gujarat

પાટણ : આશરો સેવાકીય સંસ્થા” દ્વારા દરિદ્ર નારાયણની સેવા કરાઈ 

પાટણ બી- ડિવિઝન પોલીસના મહિલા પોલીસ કમૅચારીઓની પ્રેરણાથી “આશરો સેવાકીય સંસ્થા” દ્વારા દરિદ્ર નારાયણની સેવા કરાય..
શહેરના સેન્ટ્રલ હોમ ખાતે લાવી દરિદ્ર નારાયણને નવડાવી-ધોવડાવી સ્વચ્છ બનાવી રહેવા જમવાની વ્યવસ્થા કરી અપાઈ.
આશરો સેવાકીય સંસ્થાના સ્થાપક રોહિતભાઈ પટેલને તાજેતરમાં એવોડૅ અને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
કોરોનાની મહામારી સમયે જરૂરિયાતમંદો તેમજ અબોલ જીવોની નિસ્વાર્થ સેવા કરવાના ભાવ સાથે પાટણમાં કાયૅરત કરવામાં આવેલ આશરો સેવાકીય સંસ્થા ની સેવા પ્રવૃતિની ગુજરાત સરકારે નોધ લઈ આશરો સેવાકીય સંસ્થાના સ્થાપક રોહિતભાઈ પટેલ ને તાજેતરમાં એવોડૅ અને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
ત્યારે આશરો સંસ્થા દ્વારા તેઓની સેવા પ્રવૃતિને અવિરતપણે ચાલુ રાખતા મંગળવારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીઆઈ બી.પી.મેણાત સહિત મહિલા પોલીસ ના લક્ષ્મીબેન,સોનલબેન, આશાબેન સહિત ની ટીમની પ્રેરણાથી શહેર ના રેલ્વે સ્ટેશન પર ફરતા અપંગ,નિરાધાર, દરિદ્ર નારાયણ કનુભાઈ પરમાર ને સેન્ટલ હોમ ખાતે લાવી આશરો સેવાકીય સંસ્થા ના ચેરમેન રોહિતભાઈ પટેલ,દેવ દરજી,જતીન ઠકકર સહિત તેમની ટીમે વાળ કાપી દાઢી કરી સ્નાન કરાવી શિયાળાને અનુરૂપ નવા ગરમ વસ્ત્રો સાથે ટોપી પહેરાવી સેન્ટ્રલ હોમમાં તેઓની રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ બનાવતા આશરો સેવાકીય સંસ્થા ની નિસ્વાથૅ સેવા ને બી- ડિવિઝન પોલીસ ના મહિલા પીઆઈ સહિત મહિલા પોલીસ કમૅચારીઓએ સરાહનીય લેખાવી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર  પાટણ