Gujarat

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ

જંગલને નુકસાન ન થાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું
છોટાઉદેપુર પંથકમાં મોટા પ્રમાણમાં જંગલો આવેલા છે જેનું રક્ષણ થાય અને જંગલને નુકસાન ન થાય સાથે સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિરનું  નાયબ વન સંરક્ષક  વિ એમ દેસાઇના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ જેમાં હોળીના તહેવારમાં વધુ જંગલોમાં ડુંગર દેવને નવડાવવા ની બાધા પૂરી કરવા માટે ઘણા દવ લગાવતા હોય છે. આ બનાવ ને કારણે જંગલને નુકસાન થાય છે.
આ પગલે લોકોમાં જાગૃતિ આવે અને વન સંરક્ષણ માટે સૌ સહભાગી બને તે માટે કેવડી ટુરીઝમ ખાતે દવ નિયંત્રણ શિબિરનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દવ પટ્ટા કેવી રીતે પાડી અને દવ નિયંત્રણ કરી શકાય તેનો ડેમો રાખી સમજ આપવામાં આવી હતી. જેમાં 50 જેટલા ગાર્ડ અને વનપાલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર