Gujarat

ઘાંટવડ ગામે ખોવાયેલું પૈસા ભરેલું પાકીટ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દાઉદ ભાઈ દયાતર

ઘરાઘોળ કળિયુગમાં પૈસા ભરેલું પાકીટ પરત કરી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
આજના સમયમાં હવે કોઇને ઈમાનદારી પર વિશ્વાસ નહીં હોય કેમકે સમાજમાં એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે લોકો તો એવું કહે છે કે એ ઇમાનદારીના દિવસો તો હવે ગયા પરંતુ આ વાતને ખોટી સાર્થક કરતો કિસ્સો કોડીનાર ના  ઘાંટવડ ગામ માં બન્યો છે જેમાં એક સામાન્ય મજૂરી કરતા દાઉદભાઈ દયાતરે ઈમાનદારીનું ઉતમ ઉદાહરણ પાડ્યું છે
વાત જાણે એવી છે ઘાંટવડ ગામે રહેતા સલીમભાઈ જુમાભાઇ ભાદરકા એમની પીકપ ગાડી લઈને જામવાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે ગાડીનો દરવાજા ખોલતા તેમનું  પૈસા ભરેલું પાકીટ પડી ગયું હતું અને ઘરે પાછા આવતા તેમને યાદ આવ્યું કે મારૂ પાકીટ પડી ગયું છે ત્યાર બાદ પાછા ઘાંટવડ ગામ જતા પૂછપરછ કરતા પણ પાકીટ મળ્યું ન હતું ત્યારબાદ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો થતા તે મેસેજ ની જાણ દાઉદભાઈ દયાતર ને થતા દાઉદભાઈ દ્વારા સલીમભાઈ ને ફોન કરી અને કહ્યું કે પાકીટ મને મળ્યું છે તેમજ પાકીટ માં 17500 રૂપિયાની માતબર રકમ હતી
દાઉદભાઈ દયાતર તેમની ઘરે પહોંચી તેમનું પૈસા ભરેલું પાકીટ પરત આપી દીધુ હતું એ પૈસાનું ભરેલું પાકીટ મૂળ માલિક સલીમભાઈ જુમાભાઈ ભાદરકા ને પરત કર્યું હતું જેમાં કુલ પૈસા 17500 રૂપિયા પાકીટ માં હતા આવા ઘરાઘોર કળિયુગમાં લોકો એક બીજાના પૈસા હડફવામાં અવલ નંબરમાં આવતા હોય ત્યારે ઘાંટવડ ના દાઉદભાઈ દાદાભાઈ દયાતરે તેમને સંસ્કાર અને ઈમાનદારી તેમજ પ્રામાણિકતા થી મૂળ માલિકને પાકીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ આવા લોકો દુનિયામાં ખૂબ ઓછા જોવા મળતા હોય છે તેવું એક સામાન્ય વર્ગના અને છૂટક મજૂરી નો ધંધો કરનારા દાઉદભાઈ દયાતર ની આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો
હાર્દિક કાનાબાર પ્રાચી