છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડને રજૂઆત કરી હતી. અને તેજગઢ ખાતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર માંગ્યું હતું જે અંગે સરકારનો હકારાત્મક અભિગમ મળતા અને મંજૂરી મળતા વિદ્યાર્થી અને વાલીઓમાં આનંદ ફેલાયો છે.
હવે બોર્ડની પરીક્ષા તેજગઢ ખાતેના વિદ્યાર્થીઓ તેજગઢ માજ આપશે
છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી શ્રી એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12 સુધીના વર્ગ ચાલતા હોય આ શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર આવેલ છે. પરંતુ ધોરણ 12 માટે પરીક્ષા કેન્દ્ર નથી તેમની શાળાના વિદ્યાર્થીઓને પાવીજેતપુર ખાતે પરીક્ષા આપવા જવું પડે છે. અને આવવા જવામાં તકલીફ પડે છે, જે સમસ્યા ને ધ્યાને રાખી તેજગઢ ખાતે આવેલી શ્રી એન એન પંચોલી સાર્વજનિક હાઇસ્કુલને ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે તેવી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડ ને રજૂઆત કરી હતી.
જે રજૂઆત ને ધ્યાને રાખી નાયબ નિયામક પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પરિક્ષાર્થીઓને ઉપયોગી અને સચોટ રજુઆત મળતા તેજગઢ ખાતે એ એન પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલને 12 સામાન્ય પ્રવાહ કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે. ધારાસભ્યની રજૂઆતના પગલે બોર્ડની પરીક્ષા સમિતિ બેઠકમાં તારીખ 27 /12/ 24 ના રોજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ મંજૂરી મળતા છોટાઉદેપુર પંથકના તેજગઢ વિસ્તારના વિજ્ઞાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

