જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા રણુજા ગામે 50 વર્ષ થયા રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય છે ત્યારે આ વર્ષે કાલાવડ મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગ્રામજનો દ્વારા આ લોકમેળો ટેન્ડર પ્રક્રિયાથી ન થાય તે બાબતે સખત વિરોધ કરવામાં આવ્યો છે અને જો આ તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો કરવામાં આવ્યો છે તો મેળો નહીં થવા દઇ તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી વિચારવામાં આવી છે.
જ્યારે આ લોકમેળો ગ્રામ પંચાયત અને મંદિર વ્યવસ્થાપક દ્વારા 50 વર્ષથી સાંસ્કૃતિક રીતે લોકમેળાનું આયોજન ગ્રામ પંચાયત અને મંદિર દ્વારા કરવામાં આવે છે અત્યારે આ વર્ષે એકાયક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજાય તે મામલે ગ્રામજનોને જણાવ્યું હતું જેથી ગ્રામજનો સહિત મંદિર સખત વિરોધ કરવામાં આવ્યો છે અને આ વર્ષોથી પરંપરા ચાલતી હોય જેથી 50 વર્ષથી જે રીતે મેળો યોજાઇ રહ્યો છે તે જ રીતે મેળવ્યો જાય તેવું ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

ક્યારે આર નવા રણુજા રામદેવપીરના મંદિરે દર વર્ષે ભાદરવાની નોમ દશમ અને અગિયારસ સુદના દિવસે ત્રણ દિવસનો મેળો યોજવામાં આવે છે જે મેળો 50 વર્ષથી આ ગ્રામજનો અને મંદિર તરફથી આયોજન કરવામાં આવે છે જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે જેમાં લાઈટ પાણી સહિતની તમામ વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે જ્યારે રામદેવપીરના મંદિરે ત્રિ દિવસનો લોકમેળો યોજાય છે
જેમાં હજારોની સંખ્યામાં લોકો લોકમેળામાં આવે છે અને રામદેવપીરના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે જ્યારે આ લોકમેળો આસ્થા સાથે પણ જોડાયેલો છે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જો તંત્ર દ્વારા વર્ષોની પરંપરા મુજબ મેળો યોજવા માં નહીં આવે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે અને લોકમેળો નહીં યોજવા દેવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી વિચારવામાં આવી છે.

