Gujarat

જલારામ બાપા વિરુધ્ધની ટીપ્પણીથી વિવાદ, સ્વામિનારાયણના સ્વામી માફી માગે તેવી જેતપુર લોહાણા સમાજની માગ

રઘુવંશી સમાજના અગ્રણીઓ તેમજ લોકોએ તીનબત્તી ચોકથી રામ ધુન બોલાવી મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું 
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટીપ્પણી કરવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે આજે જેતપુરમાં લોહાણા સમાજ દ્વારા રેલી કાઢીને મામલતદાર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બાદ બાબત તથા વિરુદ્ધ કથામાં ખોટી બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગિરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ગેરવાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માગે તેવી માગ કરવાની સાથે આવેદનપત્ર અપાયું હતું.
લોહાણા સમાજે કહ્યું કે, જ્ઞાનપ્રકાશ સ્વામી એ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે.ને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થિત પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે. ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદા વર્ત યાને અન્નક્ષેત્ર ચાલી આવેલ છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે.
સત્સંગ વિશે નો સંપૂર્ણ ખ્યાલના હોય અને આપણા હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત કરવી કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંતો હોય અને જલારામ બાપા પર ભોજલરામ બાપાના આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નિષ્ઠા જોઈ જલારામ બાપા નો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવર્ત ચાલે તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપા એ આશીર્વાદ આપેલ જેના કારણે વીરપુરમાં અનુ ક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં સંતે વ્યાસપીઠ પર બેસીને અમારા રઘુવંશી સમાજનો અપમાન કરેલ છે.
અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે. આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તથા જો કે વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો અમારા રઘુવંશી દ્વારા આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તે ગુજરાત સરકાર જાણ થાય તે માટે આ વિદીત થાય એ માટે મામલતદારે આવેદનપત્ર આપવામાં એ આવ્યું છે. સ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર મંદિરે જઈ રૂબરૂ 24 કલાકમાં માફી માગે તેવી માંગ કરી છે.