ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળા ખાતે વડોદરા સહિત આસપાસના શ્રદ્ધાળુઓને જવા માટે વધુ એક ટ્રેન ફાળવવા રેલવે વિભાગ અને બસ ફાળવવા રાજ્ય સરકારને વડોદરાના સાસંદે રજૂઆત કરી છે.
તેમણે ગતરોજ બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ઘટનાથી ડરવાની જરૂર નથી. તંત્ર દ્વારા કુંભસ્નાન કરવા જનારાઓને કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આથી કોઇ પણ જાતના ડર વગર કુંભસ્નાન કરવા જવા અપીલ કરી છે.
વધુ એક ટ્રેન દોડાવવાની માગ વર્ષો બાદ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ન ભુતો ન ભવિષ્યતિ જેવા કુંભમેળાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેર તેમજ જિલ્લાના અનેક શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ ખાતે પહોંચીને કુંભમેળાના દર્શનનો લાભ મળે તે માટે સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા ફરી એક વખત રેલ મંત્રાલય સમક્ષ વધુ એક ટ્રેન દોડાવવાની માગ કરી છે.
વડોદરાથી બસની વ્યવસ્થા કરવા રજૂઆત આ ઉપરાંત રાજ્ય સરકારને અમદાવાદમાંથી જે રીતે બસનું આયોજન કરવામાં આવ્યું છે, તેવી જ રીતે વડોદરામાં બસની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે. આગામી ટૂંક દિવસમાં રાજ્ય સરકાર તરફથી પરિણામ મળશે, તેવી આશા સાસંદે વ્યક્ત કરી છે.