Gujarat

માંગરોળની સગીરા સાથે સોશ્યલ મિડીયા દ્વારા સબંધ બાંઘી લલચાવી ફોસલાવી ભગાડી જનાર મુંબઈના વિધર્મી શખ્સ સામે કડક કાર્યવાહીની માંગ સાથે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળ દ્વારા માંગરોળ ડી. વાય. એસ. પી. તેમજ પી.આઈ. ને આવેદનપત્ર આપ્યુ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ પોલીસ વિભાગને તેમજ મુખ્ય મંત્રીશ્રી ગાંધીનગર, ગૃહ મંત્રીશ્રી, આઇ.જી. સાહેબ જુનાગઢ, એસ.પી.સાહેબ જુનાગઢ સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર ની નકલ રવાના કરવામા આવેલ.
માંગરોળમાં હિન્દુ સગીરવયની દીકરીને સોશિયલ મિડીયાના માઘ્યમથી પોતાની જાળમા ફસાવી લલચાવી ફોસલાવી મુંબઈનો મુસ્લિમ શખ્સ ભગાડી ગયેલના બનાવને લઈ હિન્દુ સંગઠનો રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે આ કૃત્ય કરનાર શખ્સ સામે પોકસો સહિત કડક કાર્યવાહી કરવા તેમજ નિર્દોષ હિન્દુ યુવતીઓની આ રીતે બનતી ઘટનાઓને અટકાવવા નક્કર કાયદો ઘડવાની માંગ સાથે વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ સહીત હિન્દુ સંગઠનનોના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામા આવેલ તેમજ આ ગંભીર બનાવની નોંધ લઇ વાલીઓએ પોતાની દીકરીઓને મોબાઇલ થી દુર રાખવી જોઇએ.