જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગને 12 મીટર પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ પર કુલ 3.5 કિલોમીટરના વિસ્તારમાં 331 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી.
પ્રથમ દિવસે સ્થાનિકોના વિરોધ વચ્ચે 111 મિલકતોનું ડેમોલિશન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી કામગીરીમાં વધુ મિલકતો તોડવામાં આવી.

બે દિવસમાં કુલ 159 આસામીઓની 190 મિલકતોની પાડતોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી. ત્રીજા દિવસે સોમવારે પણ કોઈ વિરોધ વિના કામગીરી ચાલુ રહી છે. મનપાના 150થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. સિટી બી. ડિવિઝનના PI પી.પી. ઝાના માર્ગદર્શન હેઠળ 100થી વધુ પોલીસ કર્મચારીઓ, જેમાં મહિલા પોલીસનો પણ સમાવેશ થાય છે, બંદોબસ્તમાં તૈનાત છે.

હવે સ્થાનિક રહેવાસીઓ પણ સ્વયંભૂ રીતે આ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે ડેમોલિશનની કામગીરી આગળ વધી રહી છે.

