Gujarat

શિયાળાના ધીમા આગમન સાથે ડભોઇ શહેર-તાલુકામાં ગાઢ ધુમ્મસ

શિયાળાની ઋતુના આગમનની સાથે જ ડભોઇ શહેર અને આસપાસના તાલુકાના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે

જેથી વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાય છે. જેના કારણે જનજીવન અને ખાસ કરીને વાહનવ્યવહાર પર મોટી અસર પડી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઇ છે.

સવારના સમયે દૂર સુધી સ્પષ્ટ જોવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે વાહન ચાલકોને અકસ્માત ટાળવા માટે વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.