Gujarat

સાવરકુંડલામાં ભક્તિભાવપૂર્ણ હનુમાન ચાલીસા પાઠ અને રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સાવરકુંડલા ખાતે પ્રતિ વર્ષ રામજન્મોત્સવ સમિતિ આયોજિત સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ફરતી શોભાયાત્રાના દર્શનનો લહાવો લેવો એ પણ ખરેખર જિંદગીનો એક અણમોલ લ્હાવો જ ગણાય..
શોભાયાત્રા દરમિયાન વિવિધ વાહનોમાં શણગારૂલ વિવિધ આકર્ષક ફલોટ્સનો લ્હાવો લેવા સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો આવે છે.
સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પૂર્ણ શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના ભવ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોએ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા. ભક્તોએ સપરિવાર અને મિત્રો સાથે મળીને હનુમાન ચાલીસાનું ગાન શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે કર્યું હતું. આમ  હનુમાનજીની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી.
 
આગામી રામનવમીના પવિત્ર દિવસે ધાર્મિક અને સંસ્કારી નગરી સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તોએ ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાઈને રામલલ્લાની દર્શનનો લહાવો લેશે.. આ શોભાયાત્રાના આ પાવન પ્રસંગે ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ, વિવિધ સમાજોના ફ્લોટ્સ, રજવાડી રથ, ડી.જે, ભજન મંડળીઓ અને ઢોલ-નગારાના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થતા જોવા મળશે. શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ શરબત, છાશ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રા સનાતન આશ્રમ, જેસર રોડથી બપોરે ૨-૦૦ કલાકે પ્રસ્થાન થઈને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રામજી મંદિર, જીંજુડા ગેટ ખાતે પૂર્ણ થશે. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાના રૂટ પર ધજા પતાકા સ્ટીકરથી શણગારવા માટે શ્રી રામ જન્મોત્સવ કાર્યાલય કલ્પના શૂઝની સામે પોસ્ટ ઓફિસ રોડ સાવરકુંડલા ખાતેથી મેળવી લેવા વિનંતી કરી હતી.
આ શોભાયાત્રા સાવરકુંડલાના નગરજનો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવના નવલાં નજરાણાં સમાન હોય આ શોભાયાત્રાના દર્શન કરવા માટે સાવરકુંડલા તેમજ આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો આવે છે. આમ ગણીએ તો રામજન્મોત્સવ નિમિત્તે નીકળતી આ શોભાયાત્રા સાવરકુંડલાની સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સા સમાન ગણાય છે. આ શોભાયાત્રામાં ભાગ લઈને ભક્તો ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતાં જોવા મળે છે .
બિપીન પાંધી સાવરકુંડલા