Gujarat

ઓલપાડનાં ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્ર પટેલને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ મળ્યો

કોબા પ્રાથમિક શાળાને પ્લાસ્ટિક મુક્ત અભિયાન દ્વારા વિશ્વ કક્ષાની બીજીવાર ઓળખ મળી
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ધર્મેન્દ્ર પટેલને અમે પ્રકૃતિનાં ખોળે રમનારા, ભવિષ્યનાં ઘડવૈયા અને પ્લાસ્ટિક મુક્ત મારી શાળા અભિયાન માટે પોતાની શાળા સહિત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડથી સન્માનિત કરાયેલછે.
પર્યાવરણ બચાવો થીમ આધારિત પ્લાસ્ટિક મુક્ત મારી શાળા અંતર્ગત પ્લાસ્ટિકની બોટલ એકત્ર કરવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, કાપડની થેલીનો ઉપયોગ કરવો જેવી અનેક બાબતો શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા રંગ લાવી, જેની ફલશ્રુતિરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વર્લ્ડ વાઈડ રેકોર્ડ બુકમાં નોંધ લેવામાં આવી અને એ બદલ એમને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું જે સમગ્ર સુરત જિલ્લા માટે ગૌરવની બાબત છે. આગામી દિવસોમાં સમાજમાં પણ આવી જાગૃતિ આવે એવી આશા સાથે કોબા ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલે આ અભિયાનની સરાહના કરી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.