Gujarat

સુરત ખાતે યોજાયેલ એકલ રન મેરેથોનમાં ધર્મેન્દ્ર પટેલ સહભાગી બન્યા

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સ્વચ્છ મન સ્વચ્છ શરીર, આરોગ્ય અને ધ્યાન અંતર્ગત એકલવ્ય રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રી ,પુરુષ,બાળકો, યુવાનો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમની સાથે ભાંડુત ગામનાં વતની અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ પણ સહર્ષ જોડાયા હતાં. મેરેથોન દરમિયાન યોજાયેલ હેલ્મેટ ઝુંબેશ વિષયક ડેમોમાં આરટીઓની ટીમ સાથે તેઓ સહભાગી બન્યા હતાં.