માંગરોળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નિયામકની કચેરી મહેસૂલ વિભાગ ગાંધીનગર ના સહયોગ થી જિલ્લા વહીવટીતંત્ર જુનાગઢ ના આયોજિત આપત્તિ વ્યવસ્થાપન અંગે તા.૧૦/૩/૨૦૨૫ થી ત્રણ દિવસ નો વર્કશોપ માંગરોળ મામલતદાર પરમાર સાહેબ ની નિગરાની નીચે માંગરોળ તાલુકાના લોએજ મુકામે યોજાયો છે જેમાં આજેતા.૧૧/ ના બીજા દિવસ દરમિયાન પણ ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીભાઈ તથા બહેનો એ ટ્રેનિંગ લીધી હતી માંગરોળ મામલતદાર હર્ષદ પરમાર દ્વારા જણાવ્યું હતુ કે આપતી સમયે લોકોને જીવ બચાવવા આ બાબત ની ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે આવી આપત્તિ ક્યારેક આપણી આપણી ઉપર કે આજુબાજુ આવી શકે તો આવી ટ્રેનિંગ ખૂબ જ અગત્યની બની શકે તેવુ સૂચન કરવામાં આવેલ.
આ કેમ્પમા ભાજપના સિનિયર આગેવાન દાનાભાઈ ખાંભલા એ પણ હાજર રહી ટ્રેનિંગ લીધેલ ગુજરાત સરકાર અકસ્માત કુદરતી આપત્તિ વગેરે નદી કૂવા તળાવમાં ડૂબતા લોકોને કેમ બચાવવા વિગેરે એવી તમામ બાબતોની ચિંતા કરી સરકારના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી
રિપોર્ટર,, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ