Gujarat

સાવરકુંડલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનો અવતરણ દિવસ નિમિતે અહીંની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

સાવરકુંડલા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂનો ૮૨મો અવતરણ દિવસ નિમિતે અહીંની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે સાવરકુંડલા દાઉદી વ્હોરા સમાજ દ્વારા  દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દર્દીઓના ખબર અંતર પૂછવામાં આવ્યા હતાં. આ  કાર્યક્રમ  દાઉદી વ્હોરા સમાજના ૫૩માં ધર્મગુરુ હીઝ હોલીનેસ ડોકટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના ૮૨માં જન્મદિવસ નિમિતે ધર્મગુરૂના આદેશ પ્રમાણે સાવરકુંડલાના જનાબ સાહેબ તેમજ મુલ્લાં સાહેબ તેમજ સાવરકુંડલા દાઉદી વોરા સમાજના ભાઈઓ દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા