જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સીથાણ પ્રાથમિક શાળામાં ગામનાં રહીશ અનિકેતભાઈ સનમુખભાઈ સરવિયા તરફથી 250 નંગ ભોજન ડીશ તથા પાણીની બોટલનું દાન સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળામાં યોજાયેલ સદર અર્પણવિધિ કાર્યક્રમ પ્રસંગે અનિકેતભાઈ તથા તેમનાં પરિવારે શાળાનાં તમામ બાળકોને ભાવપૂર્વક ભોજન ડીશ તથા પાણીની બોટલ વિતરીત કરી હતી.

આ તકે સૌ બાળકોએ તેમનાં તરફથી મળેલ આઇસક્રીમની લહેજત માણી હતી. તમામ બાળકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
શાળાનાં બાળકોને દાનપેટે જરૂરી વસ્તુઓ આપી પોતાની શાળા અને ગામ પ્રત્યેનું ઋણ અદા કરી માનવતા મહેંકાવનાર અનિકેતભાઈ સરવિયાનો શાળાનાં આચાર્ય કરિશ્માબેન પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતાએ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.