Gujarat

છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫ સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯૯ ઉમેદવારો માટેની મતદાન પ્રક્રિયા થઈ રહી છે. આ મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગાર્ગી જૈન દ્વારા મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસે મતદાનની માહિતી મેળવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર