Gujarat

કવાંટ ગેર મેળા  ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

ગેર મેળા ૨૦૨૫ અંગે નોડલ અધિકારીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપતા – જિલ્લા કલેકટર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ કવાંટના ગેર મેળો ૨૦૨૫નું જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા નોડલ અધિકારીઓ સાથે મેળાના રૂટની મુલાકાત લીધી હતી.
 
કવાંટ ખાતે ઘેરૈયાઓની ટુકડીઓ અને પ્રજાના પ્રવેશ,ફનફેર અને વાહનપાર્કીંગ વ્યવસ્થા,ખાણી પીણીના સ્ટોલની વ્યવસ્થા,મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મુખ્ય બજાર,બસ સ્ટેન્ડના આસપાસના વિસ્તારનું કલેકટરશ્રીએ નિરીક્ષણ કર્યુ હતું.ગેર મેળાના રૂટ પ્રમાણે નોડલ અધિકારીઓને પ્રાથમિક સુવિધો માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન કર્યુ હતું.
જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા સહીત ગેર મેળા ૨૦૨૫ના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર