ગેર મેળા ૨૦૨૫
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ વર્ષે “ગેર મેળા” તા.૧૬ માર્ચના રોજ યોજાશે.
ગેર માટે દોડ વિશેની માહિતી આપતા જિલ્લા કલકેટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે આ વર્ષે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ગેરમેળા”ની સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ નવતર પ્રયાસ વિશે સ્થાનિક જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ” નું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલકેટરની ઉપસ્થિતીમાં “ગેર માટે દોડ” એસ એફ હાઈસ્કુલથી પ્રસ્થાન કરી નગરસેવા સદન, સ્ટેટ બેંક ચાર રસ્તા, પેટ્રોલ પંપ ચાર રસ્તા, થઈ એસ એફ હાઈસ્કુલ ખાતે ૨ કિ.મી દોડ પૂરી થઈ હતી.
“ગેર માટે દોડ”માં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર