Gujarat

જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ રાજ્ય કક્ષાની પસંદગી માટે

બોટાદ જિલ્લા સ્તરીય કરાટે સ્પર્ધા તારીખ 20/04/2025 ના રોજ રવિવારે જ્ઞાનમંદિર સ્કૂલમાં તરઘરા – બોટાદ કરાટે સ્પર્ધા નું આયોજન થયું હતું જે ખૂબ જ સફળ રહી, જેમાં ૧૨૦ ઉત્સાહી બાળકોએ ભાગ લીધો અને પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. વિજેતાઓને મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કર્યા આ વિજેતાઓ હવે રાજ્ય સ્તરે બોટાદનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, જે તેમના માટે ચોક્કસ એક રોમાંચક અનુભવ હશે.

સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ એસોસિએશન જિલ્લા થી લઇ અને વર્લ્ડ કરાટે ફેડરેશન સુધી જોડાયેલ છે .યુવા ખેલાડીઓને ચમકવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે તે જોવું ખૂબ જ આનંદદાયક છે. SKAB પ્રમુખ, સેનસાઈ રાઠોડ લાલજી સરનો ટેકો અને માર્ગદર્શન, બાળકો રાજ્ય સ્તરીય સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે ત્યારે નિઃશંકપણે અમૂલ્ય રહેશે.

તમામ સહભાગીઓને, ખાસ કરીને પસંદ કરાયેલા ૩૨ બાળકોને, તેમની આગામી રાજ્ય સ્તરીય સ્પર્ધા માટે શુભકામનાઓ! તેઓ બોટાદ જિલ્લા ને ગૌરવ અપાવે