Gujarat

જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ કલેકટરશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાયો

જિલ્લાકક્ષના “સ્વાગત  ફરિયાદ નિવારણ” કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓનો સંતોષકારક નિકાલ
જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.  વિવિધ ૧૭ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, એએસપીશ્રી ગૌરવ અગ્રવાલ, અધિક નિવાસી કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, નાયબ કલેકટરશ્રી પ્રીતેશ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર