રાણીઆંબા ગામ પાસે આવેલા રેલવે ગરનાળા નજીક મોટા પ્રમાણમાં પાણીનો વહેણ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર દક્ષિણ સોનગઢના લગભગ 40 ગામોના લોકો માટે અવરજવરનું મુખ્ય માર્ગ છે. જોકે, ગરનાળા પાસે પસાર થતા રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. અહીં રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સીપીએમ મિલમાં કોલસો લઈ જતી ટ્રકોના જોરદાર ભારને કારણે રોડ તૂટી પડ્યો છે, જેથી ખાડાઓની સંખ્યા વધી છે.
આ સ્થળ નજીકથી સોનગઢ સ્ટેશન રોડ તરફ જોડાતા રસ્તા પર પણ એટલા ઊંડા ખાડા પડ્યા છે કે કાર પણ આગળ વધી શકતી નથી. પાણીના વહેણ અને ખરાબ રસ્તાને કારણે લોકોની સલામતી જોખમમાં છે, અને આ વિસ્તારમાં ઝડપથી મરામતની જરૂર છે.લોકો આ મુશ્કેલીઓ વિશે સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નથી મળ્યું નથી.

