Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ડ્રોન પ્રદર્શન યોજાયું

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પાંચમા દિવસે સુત્રાપાડા તાલુકાના ધામળેજ, સિંગસર અને લોઢવા તથા ઉના તાલુકાના સુલતાનપુર, કાણકબરડા અને અમોદ્રા એમ કુલ ૬ ગામોમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, વિષય નિષ્ણાતો, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા આગામી ચોમાસું ઋતુ માટે ખેતીની માહિતી તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડેલ. આમ, આજ રોજ તારીખ ૨ જૂન ના રોજ કુલ ૬ ગામોમાં થઈને કુલ ૪૨૫ થી વધારે ખેડૂતો અને ખેત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંકલન : રમેશ રાઠોડ

રિપોર્ટર પરેશ લશ્કરી