Gujarat

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, બપોરે ભયંકર ગરમી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, વિરમગામ, માંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે સાથે સાથે વિરમગામમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે, હાંસલપુર, સોકલી, કાજીપુરા, ભોજવા, જુનાપાઘર, નીલકી, વલાણા, સચાણા, માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે.

જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જાેકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે.