સંખેડા મા કમસમનો વરસાદી કહેર સંખેડા તાલુકાના કાળી તલાવડી,કન્ટેસ્વર વચ્ચે ઢાઢર નદી બે કાંઠે થવા છતાં તંત્ર ઘોર નિંદ્રા મા
સંખેડા તાલુકાના કાળી તલાવડી -અને કંટેશ્વાર વચ્ચે પસાર થતી – ઢાઢર નદી બે કઠિ થઈ છે. સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસતા ઢાઢર – નદીમાં પાણી આવ્યું છે. સંખેડા તાલુકામાં દોઢ ઈંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો હતો. જોકે આ સિવાય છોટાઉદેપુર-જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સંખેડા તાલુકાના ઉપરવાસમાં વરસાદ પડતા કાળી તલાવડી અને કંટેશ્વર-વચ્ચેથી ઢાઢર નદી પસાર થાય છે. ઢાઢર નદીના આજુબાજુ વાળા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ
વરસ્યો હતો. આ કમોસમી વરસાદ વરસતા જ આ નદીમાં પાણીની આવક થઈ હતી. ઉપરાંત આસપાસના કોતરોનું પાણી પણ ઢાઢર નદીમાં આવતું હોય છે. જેને કારણે ઢાઢર નદી બે કાંઠે થઈ હતી. કાળી તલાવડી-કંટેશ્વર વચ્ચે આવેલા લો લેવલના કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યાં . જેને કારણે પાણી જયાં સુધી ઉતરે નહી ત્યાં સુધી બંને ગ્રામો વચ્ચેનો અવરજવરનો સંપર્ક કપાયો હતો. અહીંયા ઘણા સમયથી પૂરની પુલ મંજુર થયો છે. પરંતુ હજી સુધી વિકાસ ગોથે ચડતા નેતાઓ દ્વારા ગરીબ પ્રજાને માત્રને માત્ર લોલીપોપ આવી આપી આશ્વાસન આપી રહ્યા છે અને તંત્ર દ્વારા તે અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર

