Gujarat

ખેતીમાં વીજળી પણ 8ના બદલે 10 કલાક અપાશે, ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે પાણી અને વીજળીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. ખેતીમાં વીજળી 8ના બદલે 10 કલાક અને સૌની યોજનાથી પાણી પહોંચાડવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે શરૂઆતી વરસાદ સારો વરસી ચૂક્યો છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક હોય સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની જરુરિયાતને પહોંચી વળવા માટે સૌની યોજનાથી પાણી આપવાનો રાજ્ય સરાકાર દ્વારા આયોજન કરાયું છે.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત પણ પાણી આપવાનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોએ પિયત માટે વીજળીની વધુ જરુરિયાત રહેશે. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 8 ના બદલે 10 કલાક વીજળી આપવાનો પણ મહત્વનો નિર્ણય કરાયો છે.