Gujarat

સાણંદના તેલાવથી શેલા કેનાલ સુરક્ષા વિહોણી વાહનો પાણી ભરેલી નહેરમાં પડે તેવી ભીતિ

સાણંદના ગોધાવી, શેલા તેલાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલને અડીને રોડ આવેલો છે આ રોડ પરથી દરરોજ આસપાસના ગ્રામના લોકો તેમજ શેલા બોપલ તરફ જતાં લોકો અવરજવર કરે છે. વર્ષોથી કેનાલની ફરતે સેફ્ટી માટે જરૂરી પ્રોટેક્શન વોલનો અભાવ જોવા મળી રહ્યો છે.

શેલા થી તેલાવ રોડ બિસ્માર હાલમાં હોવાના કારણે ઘણા લોકો વાહન ચાલકો શેલા થી તેલાવ જવા માટે કેનાલ પાસેના આ ડામર રોડનો ઉપયોગ કરી રહ્યા છે પણ અનેક સ્થળે રોડની એક તરફ બાવળના ઝાડ અને બીજી તરફ ખુલ્લી કેનાલ રહેલી છે.

કેનાલ ફરતે ખાસ જરૂરી પ્રોટેક્શન સેફ્ટી વોલનો અભાવ છે સાથે સાથે રાત્રેના સમય આ રોડ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અહિયાંથી પસાર થતાં અનેક ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

નોંધપાત્ર છે કે ભૂતકાળમાં આ કેનાલમાં કેટલાક અબોલ પશુઓ ખાબક્યા હોવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર આ કેનાલ ફરતે વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી વોલ ઉભી કરે તે જરૂરી બને છે. સાથે સાથે શેલા તેલાવ રોડનું નવીનીકરણ માટેની ઝડપી કામગીરી કરાય તે માટે વાહન ચાલકો લોક માંગ ઉઠાવી છે.