Gujarat

ર૧ ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ. 

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે નર્મદ.. ભાષાનું જ્ઞાન, જ્ઞાનનો દ્વાર છે
અમારી પડોશમાં રહેતાં એક નિવૃત વિદ્વાન વિજ્ઞાન શિક્ષક તેના મિત્ર સાથે અંગ્રેજીમાં વાતો કરતાં મેં ગુજરાતી ભાષાનો આગ્રહ રાખતાં તેણે સ્પષ્ટ કહ્યું કે અંગ્રેજીના પ્રયોગ ન કરીએ તો સમાજ આપણને સાવ ડોબા( ઈડિયટ) જેવા ગણે. હવે તમે જ કહો આમા માતૃભાષાનું ગોરવ કેમ જળવાઈ?
હું પોતે અંગ્રેજી સાહિત્યનો સ્નાતક છું પરંતુ મને મારી ગુજરાતી ખૂબ વ્હાલી લાગે છે. પોતાની માતૃભાષામાં જે અભિવ્યક્તિ થઈ શકે તે દુનિયાની અન્ય કોઈ ભાષામાં અક્ષરશઃ ન જ થઈ શકે.
     —બિપીનભાઈ પાંધી
નાના બાળકો અને ધોરણ ૧ થી ૧૦ સુધીનું શિક્ષણ તો દરેકે માતૃભાષામાં જ લેવું જોઈએ
    – – પાંધીસર
માતૃભાષાના વિશાળ વૈભવને દરેકે ખંખોળવો જોઈએ.
એક વખત વલોવો તો ખબર પડે કે તેમાં રહેલું અમૃત કેવું મીઠું મઘ જેવું છે છે..
ગુજરાત એસ એસ સી બોર્ડમાં ગુજરાતીમાં અનુતિર્ણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા સોથી વધુ હોય છે. છંદ, અલંકારો કે સમાસ વિભક્તિ ન આવડે તો વાંધો નહીં પરંતુ તળપદી ગુજરાતીનું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ
દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૯નાં દિવસને યુનેસ્કોએ વિશ્ર્વ  માતૃભાષા દિવસ જાહેર કર્યો હતો. યુએનનાં જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે ૬૦૦૦થી વધુ છે. વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રૂશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ  છે. સામાન્ય રીતે માતૃભાષા એટલે બાળકને માતા તરફથી મળેલી ભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય અને બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમુદ્ર થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું હોય તે માતૃભાષા જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા. વિખ્યાત લેખક ગુણવંત શાહ કહે છે કે, ‘માતાના ધાવણ પછીના ક્રમે
માતૃભાષા આવે છે.’ આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે.  ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝનાં ર૨માં સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની ૨૦ સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. ભાષા એ અભિવ્યક્તિનું સાધન છે. એનાં વગર અભિવ્યક્તિ શક્ય જ નથી. ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની છે. જો હવે વ્યવહારમાં સંસ્કૃત ન વાપરવામાં આવે એ તો સમજાય એવી વાત છે,
પરંતુ એ આપણો વારસો છે એટલે સાવ લુપ્ત તો ન જ થવો જોઈએ. સંસ્કૃત ભાષા વાંચતા અને  સમજતા તો આવડવી જ જોઈએ અને બાળકોને જેમ નાનપણથી જ અંગ્રેજી ભષાનું વળગણ લાગાડવામાં આવે છે તેમ સંસ્કૃત ભાષા પણ શીખવવી જોઈએ. દરરોજ સંસ્કૃતનાં શ્લોકોનું ઉચ્ચારણ કરવાથી ઉચ્ચારણ શુદ્ધ થાય છે. તમામ ભાષાઓનું સન્માન કરવું જોઈએ અને પોતાની માતૃભાષાને ટકાવી રાખવા એને કંઠસ્થ કરવી જોઈએ.
મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે – નર્મદ ભાષાનું જ્ઞાન, જ્ઞાનનો દ્વાર છે.
હવે વાત કરીએ તળપદા શબ્દો ઢીંચણિયું, રાશ, હાંબેલું જેવા અનેક શબ્દો દિનપ્રતિદિન અંગ્રેજી ભાષાની ઘેલછામાં ભૂલાતી જાય છે અને હવે પછીની જનરેશન તો ગુજલીશ જેવી નવી ભાષાના પ્રાદૂર્ભાવ તરફ જઈ રહી છે જે માતૃભાષા માટે ખતરાની ઘંટી સમાન ગણાય.. દુર્ગામી ભવિષ્યમાં ક્યાંયક ગુજરાતીની તળપદી લોકબોલી તો નામશેષ થઈ જાય તો નવાઈ નહીં.
હાલ અંગ્રેજી માધ્યમની ઘેલછા એટલી વધી છે કે ધીમે પગલે ગુજરાતી માધ્યમની શાળાઓનું પ્રમાણ પણ ઘટતું જોવા મળે છે.
–પ્રસ્તુતિ બિપીનભાઈ પાંધી સાવરા