હાલોલ પંથકમાં ખાખરીયા કેનાલ નજીક આવેલી GE વર્નોવા કંપનીના ઇન્ફ્લક્સ બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી યાર્ડમાં દોડધામ મચી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
હાલોલ ફાયર વિભાગની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે આગ યાર્ડમાં વધુ ફેલાતી અટકી હતી. પરિણામે કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન થતું અટક્યું હતું.

