Gujarat

જીવન સાથી ના શ્રેયાર્થે

સ્વ.શરીમતી ઉમાબેન જે વડેરાના સ્વર્ગવાસ પછી તારીખ ૬-૨-૨૫ ને ગુરુવારના વરશી-વિધીની પુર્ણાહુતીની સંધ્યાએ શ્રી મેઘજી પેથરાજ સાર્વજનિક છાત્રાલયનાં વિધ્યાર્થીઓને પ્રિતી ‌ભોજન કરાવી સદગતના આત્મકલ્યાર્થે એક નવો ચીલો ડોક્ટર જે.બી. વડેરા સાહેબ આસુતોષ હોસ્પિટલ દ્વારા કંડારવામાં આવેલ. આપણે સૌ જાણીએ છીએ તેમ ડોક્ટર વડેરા સાહેબ છેલ્લા ૪૫  વર્ષ થી પણ વધુ સમયથી તાલુકાના શ્રેષ્ઠ અને બાહોશ ડોક્ટર તરીકે નામનાં પામી ચુક્યા છે,તેઓ રઘુવંશી સમાજ ની દરેક સંસ્થા સાથે જોડાયેલા છે ,તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ ચેરમેન, પૂર્વ લાયન્સ ક્લબના હોદેદાર તરીકે તેમજ હાલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાનાં ચેરમેન, શ્રી નુતન કેળવણી મંડળ સાવરકુંડલાનાં ટ્રસ્ટી તરીકે ઉમદા જવાબદારીઓ સંભાળી રહ્યાં છે, સ્વર્ગસ્થ ઉમાબેનની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિત્તે તેમણે અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના ભૂલકાંઓ ભોજન કરાવેલ જેની નુતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ નોંધ લ્યે છે,તથા ર્હદય પૂર્વક આભાર માને છે, સદગત શ્રીમતી ઉમાબેનના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એજ પ્રાર્થના.
બિપીન પાંધી સાવરકુંડલા