રવિવારે પૂર્વ બીજેપી ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયનએ ઉત્તરાખંડના હરિદ્વારમાં ખાનપુર સીટથી અપક્ષ ધારાસભ્ય ઉમેશ કુમારની ઓફિસ પર લગભગ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
બંને વચ્ચે ચૂંટણી અદાવત હોવાનું કહેવાય છે. શનિવારે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી. બંનેએ એકબીજા સામે અભદ્ર ટિપ્પણી પણ કરી હતી.
આ પછી, રવિવારે પૂર્વ ધારાસભ્ય પ્રણવ સિંહ ત્રણ વાહનોમાં તેમના સમર્થકો સાથે ઉમેશ કુમારની ઓફિસ પહોંચ્યા. બહારથી તેઓ ધારાસભ્યને બહાર આવવા માટે પડકારવા લાગ્યા. જ્યારે તેઓ બહાર ન આવ્યા તો તેઓએ પહેલા ત્યાં હાજર કાર્યકરોને માર માર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
પ્રણવ સિંહે પોતે તેનો વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે. હુમલા સમયે ઉમેશ કુમાર ઓફિસમાં હાજર હતા. પોલીસ આવતાની સાથે જ ઉમેશ કુમાર ઓફિસની બહાર આવ્યા અને પ્રણવને મારવા દોડ્યા. પોલીસકર્મીઓએ તેમને રોક્યા. આ દરમિયાન પ્રણવ પણ આક્રમક જોવા મળ્યા હતા.