રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી કે જેમના કાર્યકાળ દરમિયાન રાજુલા વીજપડી ડબલ પટ્ટી રોડ જેવા અનેક વિકાસલક્ષી અને ગ્રામ વિકાસ કામો માં લોક ફાળો તેમજ નવરાત્રી દરમિયાન બહેનોને સાડી જેવા સમાજલક્ષી કામોમાં અગ્રસ્થાન રહ્યું છે એવા પ્રતાપભાઈ મકવાણા પ્રતિભાશાળી અને પરોપકારી વ્યક્તિત્વ છે, જેમણે વાવેરા ગામને હંમેશા પોતાનું કુટુંબ માનીને તેનો સર્વાંગી વિકાસ કરવા માટે સતત પ્રયાસ કર્યો છે. તેમની તાજેતરની નોંધપાત્ર પ્રવૃત્તિમાં, તેઓએ ગાંધીનગર ખાતે બની રહેલા ક્ષત્રિય સમાજના શૈક્ષણિક સંકુલ માટે 1,50,000 રૂપિયાની મૂડીનું ઉદાર દાન આપ્યું છે.
પ્રતાપભાઈની આ ઉત્કૃષ્ટ કામગીરી માત્ર એક આર્થિક યોગદાન નથી, પરંતુ તે સમાજના શૈક્ષણિક વિકાસ માટે એક મજબૂત પાયો બાંધી રહી છે. તેઓ શૈક્ષણિક ક્ષેત્રને આધુનિક અને પ્રેરણાદાયી બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, જે આગામી પેઢી માટે એક સકારાત્મક ઉદાહરણરૂપ છે.
તેમનું જીવન અને કાર્ય વાવેરા ગામ માટે ગૌરવ રૂપ છે. પ્રતાપભાઈ એવા દ્રષ્ટિવંત વ્યક્તિ છે જે માત્ર પોતાના વિકાસ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના કલ્યાણ માટે કાર્યરત છે.
અમે, વાવેરા ગામના લોકો, તેમની આ સહિષ્ણુતા અને માનવતાવાદી ભાવનાના માટે હ્રદયપૂર્વક આભારી છીએ. તેમની જેમની દાનશીલતા અને સામાજિક પ્રતિબદ્ધતા દરેકને પ્રેરણારૂપ છે. પ્રતાપભાઈ ને અભિનંદન અને તેઓના યોગદાન માટે હ્રદયથી આભાર વ્યક્ત કરીએ છીએ.
રીપોર્ટ :વિક્રમ સાખટ અમરેલી

