Gujarat

ધંધાકીય અદાવતમાં 4 શખ્સે કર્યો હુમલો, એક આરોપી ઝડપાયો, 3 ફરાર

પલસાણા તાલુકાના જોળવા ગામમાં ધંધાકીય અદાવતમાં એક ઈડાની લારીના માલિક પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં બગુમરામાં રહેતા અરવિંદ રાજપૂત (ઉ.32) પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.

અરવિંદ રાજપૂતે જોળવા ગામમાં શ્યામ બિલ્ડિંગની નીચે ઈડાની લારી શરૂ કરી હતી. આ અંગેની અદાવતમાં ધીરજ પાંડે, પ્રિંસ રાજપૂત, રાજા રાજપૂત અને એક અન્ય શખ્સે લાલ રંગની સ્વિફ્ટ કાર (GJ-19-BA-4419)માં આવીને તેમના પર હુમલો કર્યો હતો.

પીડિતની ફરિયાદના આધારે પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રવિવારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજા અને સ્ટાફને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી ધીરજ પાંડે જોળવામાં આરાધના ડ્રીમ સોસાયટી પાસે હાજર છે.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અન્ય ત્રણ આરોપી હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.