સાવરકુંડલા શહેરમાં આજરોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં પણ ૭૫ ઉપરના દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.જે પૈકી આજરોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

આ કેમ્પમાં માથાનો ડોકનો, ખંભાનો, કમરનો, હાથ તથા પગનો તથા મણકાનો દુખાવો ફક્ત પાંચ મિનિટની સારવારમાં રાહત આપે છે. આ કેમ્પમાં નીચે મુજબના એકયુપ્રેશરીસ્ટ સેવા આપી હતી. લાયન ભાઈલાલભાઈ કે ધીણોજા પ્રેસિડેન્ટ ગોંડલ, કિશોરભાઈ વાળા રાજકોટ, દિનેશભાઈ ખખ્ખર રાજકોટ, અરવિંદભાઈ પરમાર રાજકોટે સેવા આપી હતી. આ યોજાયેલ કેમ્પ દ્વારા અનેક લોકોને દુખાવામાં રાહત થતી જોવા મળી હતી. આજના ફાસ્ટ યુગમાં સાંધાના દુખાવા એ સામાન્ય બની ગયા હોય ત્યારે આવી એકયુપ્રેશરની સારવાર લોકો માટે ઘણી લાભપ્રદ થાય છે.

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આ ઉપરાંત પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. હાલ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા ૧૦૦ જેટલા મેમ્બરો છે જે પૈકી પ્રેસિડેન્ટ તરીકે પ્રતિકભાઈ નાકરાણી, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિલેશ વાઘેલા, સેક્રેટરી તરીકે દિનેશ કારીયા તેમજ ટ્રેઝરર તરીકે જતિન બનજારા સેવા બજાવી રહ્યા છે. એકંદરે સમગ્ર ટીમ ખૂબ ઉત્સાહ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે
બિપીન પાંધી. સાવરકુંડલા.

